Demo image Demo image Demo image Demo image Demo image Demo image

Articles

લેખક વિશે


ડો. સુરેશ જોશીપુરા

રાજકોટમાં ૨૭ વર્ષથી કન્સલ્ટન્ટ સ્કીન સ્પેશ્યાલિસ્ટ તરીકે કાર્યરત છે. એચ. જે. દોશી મેડીકલ એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના નિયામક છે.તેમને સૌરાષ્ટ્ર યુની. દ્વારા 'સમાજશાસ્ત્રીય દષ્ટિકોણથી એઇડ્સ' વિષય પર પીએચ. ડી. ની પદવી પ્રદાન કરવામાં આવી છે. અમેરિકન એકેડમી ઓફ ડર્મેલોજીના ફેલો, ઇન્ડિયન અસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ, વેનેરિયોલોજીસ્ટસ એન્ડ લેપ્રોલોજીસ્ટસના જનરલ સેક્રેટરી તેમજ પ્રમુખ તરીકે સેવા બજાવી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદો, અધિવેશનો તથા શિબિરોમાં ઉપસ્થિત રહીને સંશોધાત્મક પેપર્સ રજુ કર્યા હોવાથી અનેકવિધ અવોર્ડસ એનાયત કરવામાં આવ્યા છે. પ્રશંસનીય વિવિધ પ્રવૃતિઓના આયોજન બદલ લાયન્સ ક્લબ તથા કલેકટરશ્રી દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. ગુજરાતી અને અંગ્રેજીમાં ત્વચારોગો, એઇડ્સ, ગુપ્તરોગો, રક્તપિત વગેરે વિષે અનેક પુસ્તિકાઓ, લેખો પ્રગટ કરીને તબીબીક્ષેત્રે સુંદર સેવા બજાવી છે. વળી, તેઓ ઇન્ટરનેશનલ લેવલે અસિયન ડર્મેટોલોજીસ્ટ અસોસિએશન, યુરોપિયન એકેડમી ઓફ ડર્મેટોલોજીસ્ટસ, ઈનટરનેશનલ કોંગ્રેસ ડર્મેટોલોજીસ્ટસ, ઇન્ટરનેશનલ લીગ ઓફ ડર્મેટોલોજી સોસાયટી વગેરે સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ સંભાળે છે.

ડો. ભરત ટાંક

એમ. ડી. (સ્કીન) ડી. વી. એન્ડ ડી. તેમણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટમાં સ્કીન વિભાગમાં આસી. પ્રોફેસર તરીકે સેવા બજાવી છે. તેઓ સંસોધનકાર્ય તેમજ કોસ્મેટીક ટ્રીટમેન્ટમાં કાર્યરત રહે છે. તેઓએ મેડિકલ કોન્ફેરન્સમાં અભ્યાસપૂર્ણ પેપર્સ રજુ કરેલ છે. તેઓ ઇન્ડિયન અસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટસ, વેનેરિયોલોજીસ્ટસ એન્ડ લેપ્રોલોજીસ્ટસ, કોસ્મેટિક સોસાયટી ઓફ ઇન્ડિયા, તેમજ ઇન્ડિયન અસોસિએશન ઓફ કયુટેનિયસ સર્જનના આજીવન સભ્ય છે.

ડો. આશા માત્રાવડિયા

એમ. ડી. (સ્કીન એન્ડ વી. ડી.) ડી. એન. બી. (ડર્મેટોલોજી) ન્યુ દિલ્હી. તેઓએ કોસ્મેટોલોજીમાં મુંબઈના પ્રખ્યાત ડો. જમુનાપાઈ સાથે ૬ મહિના કામ કરેલ છે. તેમજ મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં સ્કીન વિભાગમાં ડો. સાવંત સાહેબના માર્ગદર્શન હેઠળ સ્કીન સર્જરી અને કોસ્મેટિક સર્જરીમાં અનુભવ લીધેલ છે. કેમિકલ પીલિંગ વિષે થીસીસ તૈયાર કરેલ છે. તેઓએ મેડીકલ કોન્ફરન્સમાં અભ્યાસપૂર્ણ પેપર્સ રજુ કરેલ છે. IADVL, CSI, IMA, આ ત્રણેયના આજીવન સભ્ય છે.

All rights reserved. No part of this publication may be reproduced, stored in a retrieval system, or transmitted, in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise without the prior permission of the publisher.


Advisers:


Dr. Janak K. Thakkar

Dr. K. B. Pandya


Publisher:


Mrs. Maya S. Joshipura,

10A Amrakunj Society,
Kalawad Road,
RAJKOT.